
મૂળ ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાએ તા. ૧૬/૦૨/૨૦૨૩ એ તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર તેમનાં શાહી લગ્નની તસવીરો શેર કરી હતી. જેનું આયોજન ઉદયપુરમાં કરવામાં આવ્યું હતું. લગ્નમાં હાર્દિકે ક્રીમ કલરનો કુરતો અને પાઇજામો પહેર્યો હતો. અને હાર્દિકની દુલ્હન નતાશાએ ક્રીમ કલરનો લહેંગા અને લાલ દુપટ્ટો પહેર્યો હતો અને આભૂષણોથી પોતાને આકર્ષિત બનાવી હતી.
હાર્દિકે લગ્નનાં ફોટાઓ કર્યા શેર અને લખ્યું…
ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર હાર્દિકે પોતાનાં લગ્નનાં અમૂલ્ય ક્ષણોનાં ફોટાઓ શેર કર્યા અને કેપ્શન લખ્યું, “Now and Forever “. જેનો મતલબ થાય કે, “ અત્યારે અને હંમેશા”. એક ફોટામાં હાર્દિક અને નતાશા હાથ પકડીને ઊભા છે અને તેમની ઉપર ગુલાબની પાંદડીઓની વર્ષા થઈ રહી છે, બીજા ફોટામાં હાર્દિક ઘુંઘટ ઓઢીને ઊભેલી નતાશા પાસે દોડીને જતો જોવા મળી રહ્યો છે, જ્યારે ત્રીજા ફોટામાં હાર્દિકને આવતો જોઈને નતાશાની આંખોમાં ખુશી જોવા મળી રહી છે, ચોથા ફોટામાં હાર્દિક ઘુંઘટ નીચેથી નતાશાનો ચહેરો જોઈ રહ્યો છે. બાકીના ફોટાઓમાં હાર્દિક નતાશાને ફૂલોનો હાર પહેરાવતો, નતાશાની માંગમાં સિંદુર ભરતો અને નતાશાનો હાથ પકડીને ફેરા હરતો દેખાઈ આવે છે.


શા માટે કર્યા ધામધુમથી લગ્ન…
આ ધામધુમથી લગ્ન કરવાનું કારણ એ છે કે, હાર્દિક અને નતાશાએ સગાઈ તા.૦૧/૦૧/૨૦૨૦ નાં રોજ કરી હતી અને લગ્ન લોકડાઉન દરમિયાન તા.૩૧/૦૫/૨૦૨૦ નાં રોજ કોર્ટમાં કર્યા હતા. લગ્નનાં થોડાં જ દિવસોમાં તા.૩૦/૦૭/૨૦૨૦ નાં રોજ તેમનાં ઘરે દીકરાનો જન્મ થયો હતો. હાર્દિક અને નતાશાએ પોતાનાં દીકરાનું નામ અગસ્ત્ય રાખ્યું છે.
Source: હાર્દિક પંડ્યાનું Instagram એકાઉન્ટ.
ગુજરાત મીડિયા 24 ની ટિમ તરફથી હાર્દિક-નતાશા ને લગ્નની ખૂબ ખૂબ શુભકામનાઓ.