ચીનથી આવેલ ભાવનગરનાં વેપારી કોરોના પોઝીટીવ..

હાલમાં ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એવા વિડિયો જોવા મળી રહ્યાં છે કે, ચીનનાં લોકો દવા માટે તરફડી રહ્યાં છે. આ ચીન માટે એક ભયાનક સ્થિતિ સર્જાઈ રહી છે. જેથી કરીને દુનિયાના બધાં જ દેશો સતર્ક થઈ ગયાં છે. 

ચીનથી આવેલ ભાવનગરનાં વેપારી કોરોના પોઝીટીવ..

Covid

હાલમાં જ મળેલ માહિતી મુજબ ભાવનગરનો વેપારી ચીનથી પરત ફરેલા છે અને તેનો રેપિડ ટેસ્ટ કરવામાં આવતાં કોરોના રેપિડ ટેસ્ટ પોઝીટીવ આવેલ છે. તંત્ર દ્વારા વેપારીને ક્વોરન્ટાઈન કરવામાં આવેલ છે અને તંત્ર દ્વારા તેના સેમ્પલ RT-PCR કરવા માટે મોકલી આપેલ છે. ભાવનગરમાં છેલ્લાં ઘણાં સમયથી કોઈ જ પોઝીટીવ કેસ હતાં નહીં. પરંતુ ચીનથી આવેલ આ એક વેપારીનો કોરોના રેપિડ ટેસ્ટ પોઝીટીવ આવતાં ભાવનગર આરોગ્ય વિભાગમાં પણ  અફરાતફરીનો માહોલ જોવા મળેલ છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વધુમાં વધુ કોરોના ટેસ્ટ થઈ શકે તે માટે સુવિધા બનાવાઈ રહી છે. 

નાની બાળકીનો પણ આવ્યો કોરોના રિપોર્ટ પોઝીટીવ..

જે વેપારી ચીનથી ભાવનગર પરત ફરેલ છે. જેનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. તે વેપારીના સંપર્કમાં આવેલ લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં તે વેપારી ભાઈની લગભગ બે વર્ષની બાળકીનો પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. 

ભાવનગર મહાનગરપાલિકાનાં કમિશનર સાહેબ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો..

ભાવનગર મહાનગરપાલિકાનાં કમિશનર સાહેબ દ્વારા આ સ્થિતિને ધ્યાનમાં લઈને તકેદારીના પગલાં લેવાનો બધાને નિર્દેશ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ડરવાને બદલે તકેદારી રાખવાની વધારે જરૂર છે. 

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *