તમે દુનિયામાં ઘણાં પ્રકારના સ્વિમિંગ પુલ જોયા હશે. જેમાં નાના બાળકો માટેનું સ્વિમિંગ પુલ, મોટા લોકો માટેનું સ્વિમિંગ પુલ અને ખાસ તરવૈયા માટેનું સ્વિમિંગ પુલ. પણ આજ એક એવા સ્વિમિંગ પુલની વેટ કરવા જઈ રહ્યો છું. આ સ્વિમિંગ પુલ દુનિયાનું સૌથી ઊંડું સ્વિમિંગ પુલ ગણવામાં આવે છે.

દુનિયાનું સૌથી ઊંડું સ્વિમિંગ પુલ:
દુબઈમાં દુનિયાનું સૌથી ઊંડું સ્વિમિંગ પુલ બન્યો છે. જેનું નામ Deep Dive Dubai Swimming Pool રાખવામાં આવ્યું છે. આ સ્વિમિંગ પુલ 60 મીટર જેટલું ઊંડું છે. 60 મીટર એટલે 196 ફૂટ જેટલું ઊંડું છે. આ સ્વિમિંગ પુલની અંદર 14 મિલિયન લિટર પાણી નાખવામાં આવ્યું છે. આ પાણીને દર 5 કલાકે પ્રતિષ્ઠિત કંપની દ્વારા વિકસાવવમાં આવેલ ફિલ્ટર પદ્ધતિ દ્વારા શુદ્ધ કરવામાં આવે છે. સુરક્ષા માટે સ્વિમિંગ પુલમાં 56 જેટલાં કેમેરા ગોઠવવામાં આવેલા છે. ત્યાંના સ્ટાફમાં અનુભવી અને પ્રોફેશનલ સ્વિમર અને સ્કૂબા ડાઈવરને મુકવામાં આવ્યાં છે. જે તમને સ્વિમિંગ માટે મદદ કરે છે. આ સ્વિમિંગ પુલનો આકાર એક બિલ્ડીંગ જેવો છે.
Deep Dive Dubai Swimming Pool નો ચાર્જ:
આ સ્વિમિંગ પુલમાં 1 કલાક સ્વિમિંગ કરવા માટેના 10,000/- રૂપિયા ચાર્જ કરવામાં આવે છે અને તમારે જો ડાઈવ મારવી હોય 196 ફૂટ ઊંડે તો તમારે એક કલાકના 30,000/- રૂપિયા ચાર્જ આપવો પડે છે.
વધારે માહિતી માટે તમે www.deepdivedubai.com વેબસાઈટ ની મુલાકાત લઈ શકો છો.