ઉંમર સાથે ઘરડું ન થવું હોય તો આટલું કરો….

શું તમારે ઉંમર સાથે શરીર પણ ઘરડું કરવું છે..!!??

જો ના…તો ધ્યાન રાખો આટલી બાબતો નું….

આપણી રોજિંદી ક્રિયાઓ થકી આપણે આપણાં શરીરને તંદુરસ્ત રાખી શકીએ છીએ. જો આટલી વસ્તુઓનું ધ્યાન રાખવામાં ન આવે તો ઉંમર વધતાની સાથે જ શરીર પણ કમજોર પડતું જાય છે અને આપણું શરીર બીમારીઓનું ઘર થતું જાય છે. માટે શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવું એ આપણી પહેલી જવાબદારી છે. તેના માટે આટલી વસ્તુઓ કરવી…

ખોરાક લેવામાં ધ્યાન રાખવું

આપણે અત્યારે આ ઝડપી જિંદગીમાં ફાસ્ટફૂડનું સેવન વધી ગયું છે. તેનાથી શરીરમાં મેદસ્વિતાનું પ્રમાણ વધે છે. અત્યારે લોકો ખાંડનું સેવન પણ વધારે કરી રહ્યાં છે. જે શરીર માટે વધારે હાનિકારક છે. ખાંડથી કેલેરીમાં પણ ભરપૂર વધારો થાય છે અને ખંડના લીધે ડાયાબિટીસ પણ આવી શકે છે. તેથી ખાંડનું વધારે પડતું સેવન હાનિકારક છે.

વધારે પડતું મીઠું ખાવાથી પણ આગળ જતાં ઘણાં રોગોનો સામનો કરવો પડે છે. બને ત્યાં સુધી ખાવામાં ઓછું મીઠું ખાવું જોઈએ. વધારે પડતા કાચા સલાડ, કઠોળ, દૂધનું સેવન કરવું જોઈએ.

સવારે નાસ્તામાં એક ફ્રુટ અને સાથે દૂધ લેવું જોઈએ. બપોરે ભરપૂર જમવાનું પણ રાતે નોર્મલ હળવું ખાવાનું. એટલું યાદ રાખવાનું આપણે ખાવા માટે નથી જીવતા પણ જીવવા માટે ખાઈએ છીએ.

કસરતનું મહત્ત્વ

ઉંમર કોઈપણ હોય પણ આપણે રોજબરોજની ક્રિયામાં કસરત રાખવી જરૂરી છે. સવારે ઉઠીને 10-15 મિનિટ મેડીટેશન કરવું જોઈએ. ત્યાર પછી 30-40 મિનિટ કસરત કરવી જોઈએ અને દિવસમાં એક ટાઈમ 20-30 મિનિટ જેટલું ચાલવું જોઈએ. ગમે તે સમય જમીને તરત બેસી જવાને બદલે જમીને મિનિમમ 100 ડગલાં ચાલીને પછી જ બેસવું અથવા તો સૂવું જોઈએ. બને ત્યાં સુધી પોતાનું કામ ઘરમાં પોતે કરવાથી પણ ઘણી કસરત થઈ જતી હોય છે.

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *