દરિયામાં આવતી ભરતીનાં લીધે વિશ્વનો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ચોથો સૌથી નાનો દેશ સંકટમાં આવી ગયો છે.

Tuvalu એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો ચોથો સૌથી નાનો દેશ છે અને વસતિની દ્રષ્ટિએ વેટિકન સિટી પછીનો બીજા નંબરનો સૌથી નાનો દેશ છે. Tuvalu એ મધ્ય પેસિફિક મહાસાગરમાં સ્થિત છે. આ ટાપુ રાષ્ટ્ર તેની કુદરતી સુંદરતા, અનોખી સંસ્કૃતિ અને વધતી જતી આબોહવા પરિવર્તનનાં કારણે વધતી જતી ચિંતાઓ માટે જાણીતો છે.

Tuvalu Hawaii અને Australia વચ્ચે એકદમ મધ્યમાં આવેલું છે. આ દેશ 26 ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે અને આ દેશની વસ્તી અંદાજિત 11,000 જેટલી છે. આ ટાપુ દરિયાઈ સપાટીથી લગભગ 5 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. આ દેશની રાજધાની Funafati છે. જે સૌથી મોટો ટાપુ છે.

Tuvalu અગાઉ એલિસ ટાપુઓ તરીકે ઓળખાતું હતું અને બ્રિટિશ વસહતનો ભાગ હતો. વર્ષ 1978 માં Tuvalu સંપૂર્ણ પણે સ્વતંત્ર થયું હતું. Tuvalu નો અર્થ એ થાય કે,”એકસાથે ઊભા રહેલા આઠ”. Tuvalu માં કાર રાખવાની પરમીશન માત્ર અધિકારીઓને અને રાજકારણીઓને જ છૂટ છે. કારણ કે, ત્યાં જગ્યાનો અભાવ છે. ટાપુ વચ્ચે એક લાંબો રન-વે આવેલો છે. જ્યાં એક જ ફ્લાઈટ આવે છે. બાકી નાં સમયમાં ત્યાનાં લોકો ફૂટબોલ રમતા હોય છે.
